THE BOSS BABII ooops. It’s “Y” BABY.

2017 ની એપ્રિલ નો 11મો દિવસ.

હરવા-ફરવાના અને ટેકનિકલ આર્ટિકલ્સ તો ઘણા થયા, લેટ્સ રાઇટ સમથિંગ ડિફરન્ટ ધિસ ટાઇમ..
થોડા દિવસ પહેલા સાંજે થાક્યા-પાક્યા ઓફિસ થી ઘરે આવ્યા પછી ઈચ્છા થઈ કે ચાલો કોઈ મૂવી જોવા જવું છે આજે. ઓનલાઇન ચેક કર્યું અને ઘરથી ખુબજ નજીકના જ એક થિએટરમાં એક સરસ મૂવી પણ મળી ગયું. મૂવી નું નામ હતું ‘ધ બોસ બેબી’ એનિમેટેડ મૂવી એટલે નેચરલી બાળકોને ગમે જ(અહી હું મારી જાતને જ બાળક માં કન્સિડર કરું છુ, 🙂 ). મૂવી પણ 3-D માં અને સદભાગ્યે લાસ્ટ લાઇન(રૅક-લાઇનર) માં સીટ પણ મળી. ‘દોળવું હતુ અને ઢાળ મળી ગયો’ સેમ-ટુ-સેમ એ જ પરિસ્થિતી. ઓફિસ નો થાક તો જાણે ટિકિટ મળતા જ ઉતરી ગયો.!

રાત્રે ઘરે ડિનર કર્યા પછી ઉપડયા હું અને મારો એક મારી જેવો જ પાગલ સોફ્ટવેર એંજીનિયર ફ્લેટ-મેઇટ કાર્ટૂન જોવા. 2010 માં માર્લા ફ્રેઝે (Marla Frazee) દ્વારા લખાયેલી એક ચિલ્ડ્રન બૂકની સ્ટોરીને સિનેમા સ્ક્રીન પર પોર્ટરે કરવાનું કામ કર્યું ડાઇરેક્ટર ટોમ મેક્ગ્રેથે(Tom McGrath). વેલ, આ સ્ટોરી છે એક સોર્ટ એન્ડ સ્વીટ ફૅમિલીની. એક પતિ-પત્ની (ટેડ અને જેનિસ) અને સાત વર્ષની ઉમરનો સન ટિમ(Tim). ટિમ એટલે ખૂબ ખૂબ સરસ ઈમેજીનેશન શક્તિ ધરાવતું બાળક. મોમ-ડેડ નું બધુજ એટેન્શન પોતાની તરફ ખેંચીને રાખતો અને મમ્મી-પપ્પા ના વ્હાલનો એક નો એક હકદાર એટલે નાનો એવો ટિમ. અને પછી આવે છે સ્ટોરી માં ટિમ નો નાનો ભાઈ એટલે ધ બોસ બેબી. આ નાનું ટાબરયુ પણ સખ્ખત ખતરનાક છે. શુટ-બુટ માં કોઈ કંપની ના CEO ની જેમ ઘરમાં એન્ટ્રી લે છે અને ટિમની સરસ સ્મૂધ ચાલતી લાઇફમાં વાવજોડાની જેમ અચાનક પ્રગટ થાય છે. ટિમને આ શુટ-બુટ વાળું, બ્રીફકેશ રાખતું બાળક થોડુક સશ્પિસિયસ લાગે પણ મોમ-ડેડને ખૂબ ક્યૂટ લાગે.! નાનું બાળક ઘરમાં આવતાજ ઘરનાં એટેન્શન સીકર ટિમ ને મળતું બધુજ એટેન્શન આ નવા બેબીને મળવા માંડે. મોમ-ડેડ ચોવીસ કલાક બેબી માટે ખડે પગે. અને આ બેબી કોઈ સામાન્ય બેબી નથી, તે પોતાની રીતે બે પગ પર ચાલી શકે છે. મોટા માણસો જેવી સેન્સીબલ (મીનિંગફૂલ) વાતો કરી શકે છે, પોતાની ઉમરના બાળકો સાથે ખુફિયા મીટિંગ કરે છે. આ બાળક છે એક “બેબી કોંપ.” નામની કંપની નો મેનેજર(બોસ).

TheBossBaby

બાળક એક ખાસ મિશન સાથે ધરતી પર આવેલું છે. મિશન ખાસ છે અને મૂવી નો હાર્દ છે. એક ખૂબ સરસ શીન છે મૂવી માં જેમાં આ બોસ બેબી બીજા બાળકો સાથે કોર્પોરેટ મીટિંગ જેવી ખાસ એજન્ડા સાથેની મીટિંગ કરે છે. મીટિંગ મુદ્દા પણ લેવામાં આવે છે.! અને આ મીટિંગ નું પરિણામ ઓડિયન્સને પેટ પકડીને હસાવે છે.

આ આર્ટિક્લ કોઈ મૂવી રિવ્યૂ નથી પણ મને મૂવી માં 2-5 મિનિટ્સ નું દ્રશ્ય ખૂબ જ ગમેલું. મારે એ ખાસ તો લખવું હતું. શીન એવો હતો કે આ બોસ બેબી, ટિમ ને સાઇકલ ચલાવતા શીખવાડે છે. અને એ માટે એક ખૂબ સરસ મોટિવેશનલ સ્પીચ આપે છે. મને આખી સ્પીચ નો યાદ નથી આવતી પણ હું ભવિષ્યમાં આ આર્ટિક્લ અપડેટ જરૂર કરીશ.

વેલ, લેટ મી કન્ફેસ સમથિંગ હિયર. આ આર્ટિક્લની શરૂઆતમાં મે જેમ લખ્યું એમ કઈક અલગ કરવા માટેનું મોટિવેશન મને એ સ્પીચ માથી મળ્યું, એટલે આટલું બધુ ગુજરાતી ઘણા, ઘણા લાંબા સમય પછી એક સાથે લખવાની હિમ્મત ભેગી કરી અને કી-બોર્ડ પર હાથ ચાલતા ગયા..

બાળકોને તો આ મૂવી બેશક ગમશે જ, પણ મોટેરાઓ તેમજ ઓફિસ જોબ કરતાં લોકો અને એમ્બીસિયસ બિજનેસ માઇંડેડ લોકો માટે પણ લીડરશિપ લેસન બનીને જરૂર રહેશે. અને ઓફ-કોર્સ મૂવી માં વચ્ચે અને એઝ એ મોરલ ઓફ ધી સ્ટોરી કોર્પોરેટ લાઇફ ને ખૂબ હાર્ટ-વોર્મિંગ વે માં સમજાવેલી છે. વર્ક-લાઇફ બેલેન્સ ની જરુરીયાત અને પ્રોફેશનલ સક્સેસની સાથે સાથે ફૅમિલી નું ઇમ્પોર્ટન્સ ખૂબજ સરસ રીતે વર્ણવવ્યું છે.